Contact Information

Gujarat Today Compound 33/1, Shahe Alam, Ahmedabad 380028

We're Available 24/ 7. Call Now.

(એજન્સી) તા.૩૧
ગાઝામાં ઇઝરાયેલના નરસંહારના બે વર્ષથી વધુ સમય પછી ઇઝરાયેલી સંરક્ષણ દળો (IDF)ના વરિષ્ઠ અધિકારીઓ સંમત થયા કે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી ૭૧,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે. આ પહેલી વાર છે જ્યારે તેઓએ સ્વીકાર્યું છે કે, ગાઝા આરોગ્ય મંત્રાલય દ્વારા ટાંકવામાં આવેલા આંકડા સાચા હતા. અગાઉ માહિતીને ‘અવિશ્વસનીય’ અને ‘ભ્રામક’ ગણાવીને ફગાવી દેનારા વરિષ્ઠ લશ્કરી સૂત્રોએ જણાવ્યું કે, આંકડા સચોટ હોવા છતાં IDFએ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ ગયું છે કે લડાઈના સીધા પરિણામે કેટલા લડવૈયાઓ અને કેટલા નાગરિકો મૃત્યુ પામ્યા છે. IDF અગાઉ જણાવ્યું કે, મૃત્યુ પામેલા દરેક આતંકવાદી માટે બે કે ત્રણ પેલેસ્ટીન નાગરિકો મૃત્યુ પામ્યા છે.IDF અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે, ૭૧,૦૦૦થી વધુ લોકોના આંકડામાં ગુમ થયેલા અને કદાચ કાટમાળ નીચે દટાયેલા અથવા ભૂખમરાથી મૃત્યુ પામેલા રહેવાસીઓનો સમાવેશ થતો નથી. ઇઝરાયેલી મીડિયામાં તાજેતરના અહેવાલો પછી, એક લશ્કરી અધિકારીએ જણાવ્યું કે, પ્રકાશિત વિગતો સત્તાવાર IDF આંકડાઓ સાથે મેળ ખાતી નથી. ‘આ બાબતે કોઈપણ પ્રકાશન અથવા અહેવાલ સત્તાવાર અને વ્યવસ્થિત ચેનલો દ્વારા જારી કરવામાં આવશે,’ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ગાઝા આરોગ્ય મંત્રાલયના આંકડાઓની સમીક્ષા કરવામાં આવી છે. ૨૦૨૩ માં ઇઝરાયેલી હુમલા શરૂ થયા પછી આરોગ્ય મંત્રાલયે ગાઝામાં ૭૧,૬૬૭ લોકોનાં મોત નોંધ્યા છે, જ્યારે કેટલાક અભ્યાસો સૂચવે છે કે વાસ્તવિક મૃત્યુઆંક ૨,૦૦,૦૦૦ જેટલો વધારે હોઈ શકે છે.ઇઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે બે વર્ષનો સંઘર્ષ ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ શરૂ થયો હતો, જ્યારે હમાસના હુમલામાં ૧,૨૦૦ ઇઝરાયેલીઓ મૃત્યુ પામ્યા છે. જવાબમાં ઇઝરાયેલી સૈન્યએ ગાઝા સહિત પેલેસ્ટીન પ્રદેશો પર ભારે બોમ્બમારો કર્યો. અલ જઝીરાના અહેવાલ મુજબ, ઓક્ટોબર ૨૦૨૫માં યુએસ-મધ્યસ્થી યુદ્ધવિરામ અમલમાં આવ્યો હોવા છતાં ઇઝરાયેલ દ્વારા ૪૮૦થી વધુ પેલેસ્ટીનીઓના મોત થયા છે.


Leave A Reply