ભ્રષ્ટાચારના આરોપો પર પુરાવા આપવામાં આવે તો હું પોતાના પદ પરથી રાજીનામું આપીશ તેવી જાહેરાત કરતા આબકારી મંત્રી આર.બી. થિમ્માપુરે કહ્યું કે દલિત હોવાને કારણે તેમના પર રાજકીય પ્રેરિત અને બદનક્ષીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે
(એજન્સી) તા.૩૧
મંત્રીએ વિધાનસભા પરિષદમાં ચર્ચા દરમિયાન કહ્યું કે, “તેઓ (વિપક્ષ) મને અપમાનિત કરવા માટે મારી વિરૂદ્ધ કાવતરૂં ઘડી રહ્યા છે. જો પુરાવા આપવામાં આવે તો હું આ ક્ષણે મારા પદ પરથી રાજીનામું આપી દઈશ,”. CL 4 અને CL 7લાઇસન્સ સિવાય, અન્ય કોઈ લાઇસન્સ જારી કરવામાં આવી રહ્યું ન હોવાનું જણાવતા તેમણે કહ્યું, “ભાજપ સરકારે COVID-19 દરમિયાન ૧,૪૦૪ લાઇસન્સ જારી કર્યા હતા. ત્યારે કેટલું વસૂલવામાં આવ્યું હતું ? વિપક્ષ (વાઇન મર્ચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ) ગુરૂસ્વામી દ્વારા લગાવવામાં આવેલા આરોપોના આધારે પોતાનો હુમલો કરી રહ્યો છે. તેમણે ખુલાસો કરવો જોઈએ કે કેટલી લાંચ આપવામાં આવી છે અને કોને આપવામાં આવી છે.” તેમણે KDA મીટિંગનો પણ ઉલ્લેખ કર્યો જ્યાં એક અધિકારીએ પૂર્વ આબકારી મંત્રી ગોપાલૈયા પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. અગાઉ, ભાજપના સભ્યોએ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો લગાવતા તેમના રાજીનામાની માગણી કરી હતી. વાદળી પેન ડ્રાઇવ બતાવતા મંત્રીએ કહ્યું, “આમાં અન્ય લોકોના ભ્રષ્ટાચારના પુરાવા છે. હું તેમના નામ આપી શકું છું.” તેમને અટકાવતા, ભાજપના સભ્યોએ તેમને નામ જાહેર કરવા વિનંતી કરી, પરંતુ મંત્રીએ તેમ કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે પોતાના વિભાગમાં લાવેલા સુધારાઓ વિશે વિગતો આપતા, શ્રી થિમ્માપુરે કહ્યું કે લાયસન્સની વાર્ષિક નવીકરણ હવે પાંચ વર્ષમાં એકવાર કરવામાં આવે છે, અને નવીકરણ ૪૮ કલાકની અંદર કરવામાં આવતું હતું. વધુમાં, તેમણે કહ્યું કે અગાઉ ૧૬ સ્તરની મંજૂરી પ્રક્રિયા સામે, તે ઘટીને હવે સાત થઈ ગઈ છે. પારદર્શિતા લાવવા માટે અનામત સાથે ઇ-હરાજી શરૂ કરવામાં આવી હતી.જો કે, વિરોધ પક્ષના નેતા ચાલાવાડી નારાયણસ્વામીએ કહ્યું કે પૂરતા ડિજિટલ પુરાવા છે અને લોકાયુક્ત એક એક્સાઇઝ અધિકારીનેફસાવે છે. ‘લાંચ વસૂલવા માટે શહેરે શહેરે માસિક કાર્ડ બદલાય છે.’ટૂંક સમયમાં, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ મંત્રી પ્રિયંક ખડગે અને ભાજપના સભ્ય એન. રવિકુમાર વચ્ચે ભારે ગરમાગરમ શાબ્દિક ઝઘડો શરૂ થયો, જ્યારે પ્રિયંક ખડગે બોલતા હતા ત્યારે તેમણે દરમિયાનગીરી કરી હતી.
Gujarat Today
Leave A Reply