(એજન્સી) તા.૨૯
આંધ્રપ્રદેશ અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કે.એસ. જવાહરે અધિકારીઓને અનુસૂચિત જાતિઓ માટે બનાવાયેલ કલ્યાણકારી યોજનાઓનો વિલંબ કર્યા વિના અમલ કરવા અપીલ કરી હતી.દલિત નેતાઓ સાથેની વાતચીત દરમિયાન શ્રી જવાહરને અધિકારીઓ સાથે કલ્યાણકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરતા પહેલા વિવિધ મુદ્દાઓ પર ફરિયાદો મળી હતી.જિલ્લા પ્રભારી કલેક્ટર વાય. મેઘા સ્વરૂપ, પૂર્વ ગોદાવરીના પોલીસ અધિક્ષક ડી. નરસિંહ કિશોરે સરકારની સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોને અમલમાં મૂકવા માટે સમયસર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
દલિત કલ્યાણ યોજનાઓ પર ઝડપી કાર્યવાહીની અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષની વિનંતી
Gujarat Today
Leave A Reply